KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામે પહેલા સવારે 8.00 વાગે મુખ્યમંત્રી રૂપાણીએ રૂપાખેડા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ કરાવ્યો અને ક્લાસ રૂમમાં જઇ મુખ્યમંત્રી રૂપાણીએ જાતે બાળકોના ટેસ્ટ લીધા અને પુસ્તકોમાંથી વંચાવ્યું અને તેઓની ઉત્તરવહીમાંથી પણ વંચાવ્યું હતું. અમુક વિદ્યાર્થીઓને ક્લાસ રૂમના બ્લેક બોર્ડ પર લખવાનું પણ કીધું હતું. આ પ્રાથમિક શાળાને 2 તુફાન જીપ પણ આપી જેથી બાળકોને દૂર પોતાના ઘરથી શાળામાં વિના તક્લીફે આવી શકે.
જયારે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને 1કરોડ રૂપિયા આપી અને ધોરણ 7 અને 8 માં ડિજિટલ પદ્ધતિથી અભ્યાસ ક્રમ શરુ કરી દરેક બાળકોને ટેબ્લેટ આપી નોટ બુક અને પુસ્તકો સિવાયનું ભાર વગરનું ભણતર આપવાની શરૂઆત કરવા માટે ફાળવ્યા હતા. અને ગુજરાતમાં શરૂઆતમાં કુલ 2500 આવા ડિજિટલ કલાસ શરુ થશે પછી ધીરે ધીરે તમામ વર્ગોમાં આ પદ્ધતિ લાગુ કરી દેવાશે તેવું મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.
અન્ય યોજનાઓમાં 220kv વીજ સબ સ્ટેશન રૂપાખેડા, કડાણા જળાશય આધારિત દાહોદ જિલ્લામાટે ઉદ્દ્વહન સિંચાઇ યોજનાનું ભૂમિ પૂજન જેમાં 1054 કરોડનો ખર્ચમાં માહિસાગરનાં સંતરામપુર સહીત દાહોદ જિલ્લાના સાત તાલુકાઓને આ યોજનાનો સીધો લાભ મળશે, નર્મદા રિવર બેસીન (હાફેશ્વર) આધારિત દાહોદ જીલલ્લાના દિક્ષિણ વિસ્તારોના 885 ગામોને જૂથ પુરવઠા યોજનાનું ભૂમિ પૂજન જેમાં 890 કરોડ નો ખર્ચ છે. આમ કુલ મળી સરકારે દાહોદ જિલ્લામાં 2050 કરોડ ના કામુના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં.
દાહોદ જિલ્લામાં માટે મુખ્યમંત્રીના હસ્તે 4 (ચાર) ટી.બી. વિભાગ માટે આઈ.સી.એમ.આર વેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે ક્ષયને દર્દીઓ માટે ખુબજ ઉપયોગી નીવડશે. આ વેનમાં ટી.બી.ના દર્દીઓના ગળફાની તપાસ તથા છાતીના એક્ષ-રે માટે ડીજીટલ એક્ષ-રે મશીન ની પણ સુવિધા છે.