HIMANSHU PATEL –– LIMKHEDA [ DUDHIYA ]
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં રણિયાર ગામમાં ૬ (છ) ગામ લેઉવા પાટીદાર સમાજનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. દર વર્ષે ભાઈબીજના દિવસે આ સંમેલન યોજાય છે. જેમાં સમાજના ઉત્કૃષ્ઠ પ્રતિભાને સન્માનિત કરવામાં આવે છે. S.S.C. અને H.S.C.માં જે તેજસ્વી તારલાઓએ ઉત્કૃઠ દેખાવ કર્યો તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજમાં નિસ્વાર્થ સેવા કરતાં વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતું. સ્નેહમિલન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં દેશભક્તિ અને સ્વછતા અભિયાનનું વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના રિવાજો વિષેની ચર્ચા કરી તેમાં થોડા ઘણા સુધારા કરી ખોટા ખર્ચ બંધ કરવા તેવું સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો. અને તે નિર્ણયનો ઠરાવ કરવામાં આવ્યો. આ નિર્ણય દ્વારા સમાજના તમામ વ્યક્તિને ધ્યાનમાં રાખી એક સમાનતા જળવાય તે હિતમાં લેવાયો. સમાજ માટે સારા કાર્ય કરનાર પ્રતિભાશાળી વ્યક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતે ભગવાનની આરતી બાદ સમૂહમાં ભોજનપ્રસાદી લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગામી વર્ષનો કાર્યક્રમ નાનસલાઈ મુકામે યોજાશે તેની જાહેરાત કરવામાં આવી હતી.