દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશનમાં રાત્રી દરમિયાન બની ઘટના યુવક પર હુમલાની તમામ ઘટના બસ સ્ટેશનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ. ચપ્પુથી કરવામાં આવ્યો યુવક પર હુમલો કરવાનું કારણ અકબંધ..?
એક અજાણ્યા ઈસમ દ્વારા એક યુવક પર ચપ્પુ વડે કર્યો હુમલો. ઈજાગ્રસ્ત યુવકને ઝાલોદ સરકારી હોસ્પિટલમાં ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો. ઝાલોદમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે યુવકને દાહોદ ઝાયડસ હોસ્પિટલ મોકલાયો. ઘટના બાદ ઝાલોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..
દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશનમાં ગત રોજ રાત્રિના સુમારે એક ઈસમ તેમજ બે યુવકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જે બાદ એક ઈસમે પોતાના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી યુવક પર હુમલો કરી નાસી છૂટયો હતો. જોકે આ સમગ્ર ઘટના બસ સ્ટેશનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી અનુસાર ઈજાગ્રસ્ત યુવક રાજસ્થાનનો વતની હોવાનું સામે આવી છે તેમજ ઉપરોક્ત વીડિયોમાં ત્રણે યુવકો કયા કારણોસર ઝગડો કરી રહ્યા હતા અને કયા કારણોસર સામેવાળા યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો તે હાલ અકબંધ રહેવા પામ્યું છે. જોકે ઈજાગ્રસ્ત યુવક ને સારવાર અર્થે ઝાલોદના સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે દાહોદ ખાતે મોકલી આપ્યો હતો.ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને થતાં ઝાલોદ પોલીસે બસ સ્ટેશન ખાતે લાગેલા CCTV કેમેરાના ફૂટેજના આધારે ઘટના સંબંધિત કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.