Wednesday, April 9, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદદાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડર કેસના આરોપીને ગણતરીના દિવસોમાં...

દાહોદ જિલ્લાના ઝાલોદ બસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડર કેસના આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડવામાં ઝાલોદ પોલીસને મળેલ સફળતા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

તા.૧૨/૦૮/૨૦૨૨ ના રોજ ઝાલોદ બસ સ્ટેશનની અંદર રાત્રીના ૧૦:૦૦ વાગ્યાના સુમારે એક અજાણ્યા ઈસમ દ્વારા ઝાલોદ બસ સ્ટેશનથી સુરત જવાની રાહ જોઈ ઉભેલ ઝાલોદના વતની રીતિકભાઈ સોમાભાઈ પીઠાયા તેમજ હિતેશભાઇ માંગીલાલ ડામોર ડુંગરા (રાજસ્થાન) ના શરીર પર ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરેલ. જે સંબંધે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

આ અનડીટેક્ટ ગુન્હાની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જાહેરમાં બનેલ અટેમ્પ્ટ ટુ મર્ડરના ચકચારી બનાવના આરોપીને ઝડપી પાડવા સૂચના આપેલ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુજ્જર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી.રાઠવા નાઓએ પોલીસની જુદી જુદી ટીમ બનાવી હતી. જે અનુસંધાને ઝાલોદ પોલીસ સ્ટેશનના સિની.પોલીસ સબ ઇન્સ્પેકટર એમ.એમ. માળી તથા પોલીસ માણસો દ્વારા આરોપીને પકડવા પ્રયત્નો કર્યા હતા તે અનુસંધાને અ.હે.કો અનિલભાઈ ભાથુંભાઈ તથા પો.કો. કલ્પેશભાઈ ડાહ્યાભાઈને અંગત બાતમીને આધારે આરોપી ચિરાગભાઈ ભાભોરને તેમના મુકામ લખનપુરથી ઝડપી પાડેલ. આમ ઝાલોદ પોલીસને ગણતરીના દિવસોમાં જ આ આરોપીને પકડી પાડી સફળતા મેળવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments