દાહોદ જિલ્લાના ઝાલોદ SBI બેન્કનું કૃષિ લોન કૌભાંડ. ખેડૂતના નામે બારોબાર લોન થઈ મંજૂર. વર્ષ 2021 માં ખેડૂતની લોનની અરજી નામંજૂર થઈ હતી. વકીલ દ્વારા લોનના નાણા બાબતે નોટિસ મળતા કૌભાંડ ખૂલ્યું.
2.58 લાખ બાકી હોવાની નોટિસ અપાઈ. SBI બેંકના પૂર્વ ફિલ્ડ ઓફિસર, લોન મેનેજર અને એજન્ટ વિરૂદ્ધ ફરિયાદ. ભોગ બનનાર અને પુર્વ મેનેજર વચ્ચે વાતચીત નો ઓડીયો પણ વાયરલ થયો.પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી કરેલ.