Thursday, December 5, 2024
Google search engine
HomeSingvadદાહોદ જિલ્લાના દાસા ગામે સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ લોકસભાનો ભવ્ય અભિવાદન...

દાહોદ જિલ્લાના દાસા ગામે સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા દાહોદ લોકસભાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

 ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને કુબેર ડિંડોરના શિક્ષણ મંત્રી અને દાહોદ જિલ્લાના માજી પ્રભારી અને અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર તેમજ દાહોદ જિલ્લાના અને પંચમહાલના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં અભિવાદન સમારોહ દાહોદના સિંગવડ તાલુકાના દાસા ગામે જસવંતસિંહ ભાભોર સાંસદ દાહોદના ગામે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરએ દીપ પ્રાગટ્ય કરી અને આગળ વધાર્યો હતો. ત્યારબાદ સ્વાગત પ્રવચન દાહોદ જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર એ કર્યું હતું.

દાહોદના સાંસદએ જેઠાભાઈ ભરવાડની પંચમહાલ ડેરીના વિકાસ ને 4000 કરોડ રૂપિયા સુધી પહોંચાડ્યો તે બદલ આભાર માન્યો હતો.

જેઠાભાઈએ આ પ્રસંગે કહ્યું હતું કે પંચમહાલ ડેરીમાં પહેલા માત્ર 15000 લીટર દૂધ ઉત્પાદન હતું, જે હવે એક લાખ લીટર સુધી પહોંચાડવામાં અમે સફળ રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે દાહોદના પંચમહાલ ડેરી 160 કરોડ રૂપિયા આપે અને પશુઓની ખરીદી ઉપર સબસિડી પણ પૂરી પાડવામાં આવે છે. આ વખતે દાહોદ, પંચમહાલ અને અરવલ્લીની જે સીટો આવી છે. તેમાં સૌની મહેનત છે અને ખાસ કરીને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, અમિત શાહ અને સી.આર. પાટીલ નો હું આભાર માનું છે કે મને ફરી એક વખત વિધાનસભાનો ઉપાધ્યક્ષ બનાવ્યો છે.

આ કાર્યક્રમમાં પંચમહાલ અને દાહોદના ધારાસભ્યો સાંસદ તેમજ મોટી સંખ્યામાં જિલ્લા ભાજપના સંગઠન ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાનસભા મુજબ બધા મુખ્ય હોદ્દેદારોની સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments