KEYUR PARMAR DAHOD
દાહોદ જિલ્લના બારીયા ખાતે આજે બપોરે કોંગ્રેસ ની નવસર્જન યાત્રા સાથે રાહુલ ગાંધી દેવગઢ બારીયા પહોંચ્યા હતા સાથે સાથે આ યાત્રામાં કોંગ્રેસ ગુજરાતના પ્રભારી અશોક ગેહલોટ , સિદ્ધાર્થ પટેલ , અર્જુન મોઢવાડીયા સાથે આવ્યા હતા. કોંગ્રેસ ના નેતાઓએ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું, . કાર્યક્રમની શરૂઆતમાં ભરત સિંહ સોલંકીએ ભાપ અને મોદી પાર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ગુજરાત માં કોંગ્રેસ ની સરકાર આવશે તો ત્રણ કામ પેહલા કરશે યુવાઓ ને રોજગારી આપવાનું અને ના કરીશકે તો 12માં વાળને રૂપિયા 3000 અને ગ્રેજ્યુએટ ને 3500 રૂપિયા આપીશું ,બીજો મુદ્દો એ છે કે હમે ખેડૂતો ને રાહત દરે વસ્તુઓ મળે તે માટે કાર્ય કરશું અને ત્રીજું કે કેનાલ નું પાણી જ્યાં નથી પહોંચતું ત્યાં હમે એ પાણી પહોંચતું કરી લોકો ને ખેતીમાં પડતી મુશ્કેલીઓ દૂર કરીશું। સરકારે હમણાં ટેકાના ભાવ જાહેર કાર્ય એ રાંડ્યા પછી ના ડાહપણ જેવું છે, જયારે મેં રજુઆત કરી ત્યારે ભાજપ ના ટોપ ના નેતાએ એમ કહ્યું હતું કે ગુજરાત ના ખેડૂતો સમૃદ્ધ છે અને તેમને આ ટેકાના ભાવ ની કઈ જરૂર નથી. તો પછી હમણાં કેમ ? ભાજપ ઘભ્રાઈ છે.
દેવગઢ બારીયા થી નીકળી અને લીમખેડા લોકસંપર્ક યોજ્યો હતો અને ત્યાંથી સંતરોડ ના કબીર મંદિરે પહોંચ્યા હતા ત્યાં પ્રણામી ભગવાન ને ખેસ ઓઢાઢી પૂજા કરી હતી અને પ્રણામી મંદિર માં ભજન કીર્તનમાં ભાગ લીધો હતો. અને મંદિર માંથી બહાર આવી અને જતી વખતે ગાયને ઘાસ ખવડાવી હતી અને ત્યાર પછી ગોધરા જવા રાવણ થયા હતા.