દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આજે તા.૧૧/૦૬/૨૦૨૦ ને ગુુરૂવારના રોજ કોરોના પોઝીટીવના 02 કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ચિંતાનો વિષય બનવા પામ્યો છે. આરોગ્ય વિભાગની ડો.પહડિયા સાહેેેબના માર્ગદર્શન હેઠળ એક બાજુ કોરોના પોઝીટીવ સારા થઈ ઘરે જઈ રહ્યા છે. તો બીજી બાજુ કોરોના સંક્રમિત લોકોનો આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૩૩ સેમ્પલોને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા તેમાંથી આજ રોજ ૧૩૧ વ્યક્તિઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા અને દેેવગઢ બારીયાના ૦૨ વ્યક્તિઓના ટેસ્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
કોરોના પોઝીટીવ આવેલ બે વ્યક્તિઓમાં (૧) જશવંતસિંહ બહાદુરસિંહ પરમાર – ઉ.વ. – ૬૮ વર્ષ રહે. દેવગઢ બારીયા અને (૨) શૈલેષભાઇ આર. વાળંદ – ઉ.વ. – ૩૪ વર્ષ, રહે. દેવગઢ બારીયા. જેઓની ટ્રાવેલ હિસ્ટ્રી અને કોન્ટેકટ ટ્રેસિંગ નું કાર્ય વહીવટી અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
હાલ દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના કુલ ૪૫ કેસ નોંધાઈ ચૂક્યાં છે જેમાંથી ગત રોજ 2 કોરોના પોઝીટીવ મહિલા સાજા થતા તેમને રજા અપાઈ હતી તેથી કુલ ૩૪ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે અને આજના આ ૦૨ કોરોના પોઝીટીવ કેસ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૧ થઈ ગઈ છે.