THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
જિલ્લા તિજોરી કચેરી, દાહોદમાંથી IRLA સ્કીમ હેઠળ (બેન્ક મારફત) ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારી, દાહોદનાઓએ એક યાદીમાં જણાવ્યું છે કે, હાલ કોવીડ-૧૯ના સંજોગોને ધ્યાનમાં રાખીને દર વર્ષે મે-જુન-જુલાઇ માસમાં થતી હયાતીની ખરાઇની તારીખને બદલે સરકારના નાણાં વિભાગનાં ઠરાવ મુજબ જુન ૨૦૨૦ થી ઓક્ટોબર ૨૦૨૦ દરમ્યાન પેન્શનર જે બેન્કમાંથી પેન્શન મેળવતો હોય તે બેન્કમાં જઇને જ હયાતીની ખરાઇ કરાવવાની રહેશે.
THIS NEWS IS POWERED BY –– PHONEWALE
પેન્શનર જો સમયમર્યાદામાં હયાતીની ખરાઇ કરાવવામાં નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં નવેમ્બર ૨૦૨૦ ના માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે. આ જોગવાઇ વર્ષ ૨૦૨૦ એટલે કે આ ચાલુ વર્ષ પુરતી અમલી રહેશે. પેન્શનરોને હયાતીની ખરાઇ માટે જીવનપ્રમાણ પોર્ટલ દ્વારા ડિજીટલ લાઇફ સર્ટિફિકેટની પદ્ધતિ મુજબ ઓનલાઇન હયાતીની ખરાઇ કરાવવા માટેની સુવિધા વેબસાઇટ એડ્રેસ https://www.jeevanpramaan.gov.in પર કરવામાં આવી છે. તેનો લાભ પણ અવશ્ય લઇ શકાય છે.