સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસના કારણે આશરે અઢી લાખ લોકોને અસર થયેલ છે અને આશરે ૧૨૦૦૦ જેટલા મનુષ્યના મૃત્યુ થયેલ છે ત્યારે ભારત સરકારશ્રી અને ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ પગલાઓ આ મહામારીને અટકાવવા માટે લેવામાં આવેલ છે. જેના અનુસંધાને તમામ લોકોને જરૂરી કામ સિવાય ઘરની બહાર નીકળવા માટે ની સ્વેચ્છિક મનાઈ કરવામાં આવેલ છે. ઘણી બધી સર્વિસો – મહાનગરો બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે.
આવા કપરા સમયે જિલ્લા પોલીસ સ્ટાફ અને ડોક્ટરોની સાથે સાથે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ – વિદ્યુત બોર્ડ ના ઇજનેરો – લાઇન સ્ટાફ ભાઈઓ – અધિકારીઓ કર્મચારીઓ પોતાની કે પોતાના પરિવારની ચિંતા કરવાને પ્રાથમિકતા આપ્યા વગર સમાજમાં – હોસ્પિટલોમાં સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ચિંતા કરી ૨૪ કલાક સતત કામગીરી ઓ આવા કપરા સમયે પણ કરતા રહેલ છે. આ કામગીરી માટે સર્વે વીજ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવે છે.
આપને સૌને ખ્યાલ છે કે અતિવૃષ્ટિ – અનાવૃષ્ટિ – વાવાઝોડા – ધરતીકંપ વગેરે કુદરતી આફતોના સમયે સમગ્ર ગુજરાતના વિદ્યુત ક્ષેત્રના ઇજનેરો – લાઇન સ્ટાફ ભાઈઓ – અધિકારીઓ – કર્મચારીઓ દ્વારા ખુબજ નોંધનીય કામગીરી થી સતત વીજ પુરવઠો સમાજને મળી રહે તે માટે પોતાની જાતની પરવા કર્યા વગર સતત પ્રયત્નો કરેલ છે આ સમયે આપણે સૌને બિરદાવીએ.
જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન દ્વારા સર્વે અધિકારીઓ – કર્મચારીઓ – ઇજનેરો – લાઇન સ્ટાફ ભાઈઓને આવા કપરા સમયે સારી કામગીરીઓ કરી સતત વીજ પુરવઠો પૂરો પાડવા બદલ આભાર માનવામાં આવે છે તથા અભિનંદન પાઠવવામાં આવે છે.