દાહોદ જિલ્લાના ફતેપુરામાં વેપારી વર્ગ તેમજ અન્ય વેપાર માટે જનારા ગ્રામ્ય લોકો અમદાવાદ ખરીદી કરવા માટે અને કોઈ પણ વ્યવસાય અર્થે અમદાવાદ જતા હોય છે અને વળતા સાંજના સમયે પરત આવવા માટે અમદાવાદ થી લુણાવાડા, સંતરામપુર, ઝાલોદ વિગેરે બસો તો હોય જ છે. પરંતુ ફતેપુરા આવવા માટે કોઈ પણ બસ નથી. જેથી કરી અમદાવાદથી કોઈ પણ રૂટ ઉપર આવતી બસ સંતરામપુર વાયા સુખસર કે ઝાલોદ, દાહોદ હોય તે બસને બલૈયા ક્રોસીંગ થી ફતેપુરા આઠ કિલોમીટરના અંતર સુધી લંબાવી આપવા માટે ગ્રામજનો અને વેપારી વર્ગએ આવેદન પત્ર આપવા એસ.ટી. ડિવિઝનના અધિકારીઓને આ સમસ્યાના નિકાલ માટે ભલામણ કરેલ છે અને આ બાબતમાં એસટીને સવારીઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બીજું કે જે લોકો પાસે પ્રાઇવેટ વાહન હોય તેઓ પોતાના વાહનો બોલાવી અને ફતેપુરા આવી શકે છે અને જેની પાસે વાહનો ના હોય તે લોકોએ ના છૂટે વધુ ભાડું આપી પ્રાઇવેટ વહીકલ કરી સંતરામપુર થી ફતેપુરા આવવું પડતું હોય છે. જેથી ગ્રામજનોએ વિનંતી સહ આ સગવડ પૂરી પાડવા ભલામણ કરવા કહેલ છે.
બીજું કે અંજાર ડેપોની બસ ફતેપુરા અંજાર ૦૭:૦૦ વાગ્યે ઉપાડતી હતી તે બસનો સમય બપોરના બે વાગ્યાના કરવાથી પેસેન્જરો બહુ જ હેરાન થાય છે આનાથી મજૂરીકામ જનાર પેસેન્જરોને પ્રાઇવેટ વહીકલ કરી જવું પડે છે તો આ બસનો સમય પહેલાની જેમ સાત વાગ્યાનો કરવા પેસેન્જરોની માંગ છે.