PRAVIN KALAL –– FATEPURA
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [ HONDA ]
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે તા.૦૩/૦૮/૨૦૧૯ ને શનિવારના રોજઆપ સાહેબની સાથે અમો તથા અ.હે.કો અજીતભાઈ શકનાભાઈ બ.નં. ૧૦૪૦ તથા પો.કો કલ્પેશભાઈ ડાયાભાઈ બ.નં. ૧૨૩૦ તથા એલ.આર.ડી. કિરણભાઈ હાલાભાઈ બ.નં. ૧૨૬૧ વગેરે સાથે ફતેપુરા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આપ સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે કરોડીયા પૂર્વ ખાતે આવેલ કબ્રસ્તાનની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો અંદાજે સાંજના ૦૪:૦૦ ચાર કલાકે આઠ આરોપીઓ ખુલ્લી જગ્યામાં હારજીત વગરનો પાસ પરમીટે જુગાર રમતા ચલણી નોટો રૂપિયા ૩૨૫૦/- તથા મોબાઇલ ની કિંમત રૂપિયા ૧૩૦૦૦/- તથા મોટરસાયકલ રૂપિયા કિંમત ૪૭૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૩૨૫૦/- ગંજીપાના જુગારના સાધનો સાથે ગંજી પત્તા વડે જુગાર રમે છે. જે મળેલ બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જવા સારું બે પંચોના માણસ બોલાવી પંચોને સદર જુગાર અંગેની હકીકતથી વાકેફ કરી સાથે રાખી આ જગ્યાએ આવતા કેટલાક ઇસમો ટોળું વળીને આમને સામને બેસી પૈસા પત્તા વડે હાર જીતનો જુગાર રમતા હોઈ તેઓની નજીક જઈ તમામને જે તે જગ્યાએ બેસી રહેવા જણાવતા બેઠેલ પૈકી બે ઈસમો ભાગી ગયેલ. બાકીના એ જ સ્થિતિમાં બેસી રહેતા તેઓને જોતા કુલ ૬ ઇસમો બેઠેલ હોઈ જેથી તેઓને પકડી પંચો સમક્ષ રૂબરૂ વારાફરતી નામ-ઠામ પુછતા તેઓએ નીચે પ્રમાણે જણાવ્યા હતા. (૧) દિલીપકુમાર મુકેશભાઈ જાતે રાવળ રહે. કરોડિયા પૂર્વ તા. ફતેપુરા જી. દાહોદ (૨) પપ્પુકુમાર સાગરમલ જાતે અગ્રવાલ રહે. ફતેપુરા તા.ફતેપુરા જી.દાહોદ (3) શંકરભાઈ વેચાતભાઇ જાતે ચમાર રહે.કરોડિયા પૂર્વ તા. ફતેપુરા જી. દાહોદ (૪) ઈરફાન સત્તારભાઈ જાતે ગાંડા રહે. કરોડિયા પૂર્વ તા. ફતેપુરા જી. દાહોદ (૫) સુરેશભાઈ ધવલભાઈ જાતે ડામોર રહે ડુંગર તા.ફતેપુરા જી. દાહોદ (૬) અતુલભાઇ અર્જુનભાઈ ડામોર કરોડિયા પૂર્વ તા. ફતેપુરા જી. દાહોદ.
ઉપરોક્ત ઇસમોમાં ભાગી જનાર બે ઇસમના નામ ઠામ પૂછતા રીન્કુભાઈ મોહનભાઈ જાતે અગ્રવાલ રહે. સરકારી દવાખાના પાસે, ફતેપુરા તા.ફતેપુરા જી.દાહોદ તથા ખેમાભાઈ લીંબાભાઇ જાતે ડામોર રહે. આઈ.કે.દેસાઇ હાઈસ્કુલ પાસે, કરોડિયા પૂર્વ તા. ફતેપુરા જી. દાહોદ. ઉપરોક્ત તમામ વિરુદ્ધ ફતેપુરા પો.સ્ટે.ગુ.ર.નં. ૨૬/૨૦૧૯ જુગારધારા કલમ ૧૨ (અ) મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવા ફતેપુરા PSI એચ.પી.દેસાઈ એ જણાવ્યુ હતું.