PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નીનકા પૂર્વમાં અનુસૂચિત જન જાતિના કલ્યાણ માટેની સમિતિની તપાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ, કોંગ્રેસ – ભાજપના આગેવાનો ધારાસભ્યો અને મોટી સંખ્યામાં ખેડૂતો, પ્રજાજનો પધાર્યા હતા. કાર્યક્રમમાં મહેસુલ વિભાગમાં પડતી મુશ્કેલીઓ આંગણવાડીઓમાં થતી ગેરરીતિઓ સસ્તા અનાજની દુકાનો દ્વારા થતી ગેરરીતિઓ વિશે અન્ય બાબતો ના પ્રશ્નો આદિવાસી ભાઈઓ ને પડતી તકલીફો ને લઈ આ સ્થળ તપાસ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં આદિવાસીઓના પ્રશ્નો લેખિત તેમજ મૌખિક પ્રશ્નો હશે તે ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવેલ કે સરકાર સુધી પહોંચવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે આ બાબતની પ્રજાજનોને તકલીફ નિવારવા પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે નડતર પ્રશ્નો માટે આ સમિતિઓની રચના કરી સરકારે આ પ્રોગ્રામો રાખવામાં આવેલ છે પ્રજાજનો દ્વારા પ્રશ્નોમાં ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી નીનકા પૂર્વના સ્થાનિક કાર્યકર પુજાભાઇ મછાર રે જણાવેલ કે આંગણવાડીઓમાં બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવતો નથી અને મળવાપાત્ર લાભો પણ મળતા નથી જ્યારે અનાજ પણ ચાર થી છ માસમાં એકાદવાર એક વાટકી જેટલું આપવામાં આવે છે આમ આંગણવાડીઓમાં ભ્રષ્ટાચાર થાય છે તો તે તપાસ થાય અને અમારા બાળકોને નિયમિત સરકારના નિયમ મુજબ મળતી દરેક વસ્તુ મળી રહે તે સરકારી અધિકારી તપાસ કરાવી ધ્યાનમાં લે તેવી અમારા ગરીબોની માગણી છે સરકારી દુકાન બાબતના પણ અનેક પ્રશ્નો ઉઠ્યા હતા તેમાં નીનકા પૂર્વના સ્થાનિક કાળુભાઈ મછાર બીપીએલ લાભાર્થી એ દુકાનદાર નિયમિત દુકાન ચાલુ રાખતા નથી અને અનાજ નિયમ મુજબ મળી રહેતું નથી તેવી રજુઆત કરી હતી
દાહોદ જિલ્લાના ફતેપુરાના નીનકા પૂર્વમાં અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિનું સ્થળ તપાસ કાર્યક્રમ યોજાયો
RELATED ARTICLES