ફતેપુરા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ. બરંડા અને પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન નીકળ્યા હતા. તે દરમિયાન કરમેલ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે અશોક લેયલેન્ડ કંપનીનો દુધિયા કલરનો ટેમ્પો નંબર GJ-03 AX-1660 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજસ્થાન માંથી આવી રહેલ છે. તે બાતમીના આધારે પંચના માણસો બોલાવી બાતમી હકીકતની સમજણ આપી થોડા થોડા અંતરે ઉભા રાખી ઇશારાનું વર્ણન સમજી શકાય તે રીતે ઊભા રાખેલા હતા અને તેઓને સતર્ક રહેવા માટે એલર્ટ કરાયા હતા પરંતુ અશોક લેયલેન્ડના ડ્રાઈવરને જાણ પડી ગઈ હતી કે પોલીસના માણસો ઉભેલ છે. જેથી રીવર્સ કરી ભાગવાની કોશિશ કરતા પોલીસના માણસોએ ટેમ્પો પકડી પાડી ટેમ્પામાં જોતા બે માણસો બેઠેલા જણાઇ આવેલ હતા. તેઓને ઉતારી તેઓનું નામ પુછતા જણાવેલ કે અજય વાલસિંગ પારગી અને પંકજ વાલસિંગ પારગી ઘુઘસ જણાવેલ પંચો રૂબરૂ જડતી કરતા ટેમ્પામાંથી પુઠાના બોક્સમાં જોતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ હોઈ પંચો રૂબરૂ બોક્સ બહાર કાઢી ગણી જોતા કુલ 50 બોક્સ મળી આવેલ આ દારૂના જથ્થા વિશે પૂછપરછ કરતા તેઓએ પોતાના ટેમ્પામાં રાખી કોઈ પાસ પરમીટ વગર કોઈ આધાર નહીં હોવાનું જણાવ્યું હતું. જેમાં કુલ ક્વાટર નંગ 2400 અને કિંમત રુપિયા 1,20,000 અને ટેમ્પોની કિંમત ત્રણ લાખ ગણી અને તેઓની પાસેથી સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ. જેની કિંમત 3,000 ગણી અને બીજા પાસેથી સેમસંગ કંપનીનો સફેદ એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવેલ જેની કિંમત 3,000 ઘણી ફુલ રૂપિયા 4,26,000 સાથે રેડ દરમિયાન પકડાઈ આવેલ અને ગુનો કરેલ છે અને આરોપીઓને અટક કરેલ છે અને તે બાબતે પોલીસ વધુ તપાસ પોલીસ ચલાવી રહેલ છે
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાના ઘુઘસ ગામે પેટ્રોલિંગ દરમિયાન મુદ્દામાલ સાથે ૪ લાખ 26...