દાહોદ જિલ્લાના ફતેપુરાના કંકાસીયા ગામે ભાણાસીમલ જૂથની પાણીની દાહોદ એક્સપ્રેસ લાઇનનું લીકેજ થયું. ભાણાસીમલ પાણીની દાહોદ જતી એક્સપ્રેસ લાઇનના વાલની ઉભી પાઈપ લગભગ છ માસથી લીકેજ છે અને તે આજુ બાજુના રહીશોએ એમ.સીલ મારીને કે કપડામાં બાંધીને રાખતા રાખે છે. હાલ તેની પરિસ્થિતિમાં પાઇપ આખીને ઝંક લાગેલ છે અને વધુ પાણી લીકેજ થાય છે આ પાઇપ કંકાસીયા પટેલ ફળિયા મંદિરની બાજુમાં આવેલી છે. તો આ બાબતે પાણીનો વેડફાટ થતો અટકે અને વહેલી તકે રીપેરીંગ થાય તેવી પ્રજાજનોની માંગ છે હાલ પાણી વધુ વેડફાઇ રહેલ જાણવા મળેલ છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાના કંકાસીયા ગામે ભાણાસીમલ જૂથની પાણીની દાહોદ એક્સપ્રેસ લાઇનમાં લીકેજ