દાહોદ જિલ્લાના ફતેપુરાના સા. આ. કેન્દ્રમાં આધુનિક ભારતમાં નિર્મિત ટી.બી.ની તપાસ માટેના નવીન મશીન True Net મુકવામાં આવ્યા
મળેલ માહિતી અનુસાર દાહોદ એસપીરેશનલ જિલ્લા અંતર્ગત જિલ્લા કલેકટર વિજય ખરાડી તેમજ જિલ્લા બાળ વિકાસ અધિકારી રચિતરાજ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પી.આર સુથારના માર્ગદર્શન હેઠળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા ખાતે આધુનિક ભારત દેશમાં નિર્મિત TrueNat મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં ભારત સરકારના ટી.બી નાબુદી અભિયાન અંતર્ગત તપાસ તેમજ દવા પ્રતિરોધી ટી.બી.ના દર્દીઓની તપાસ માટે આ મશીનનો ઉપયોગ ફતેપુરા તાલુકાની જનતાને લાભ મળે તે માટે ઉપલબ્ધ કરાવેલ છે આ મશીન દ્વારા એક કલાકની અંદર ટી.બી.ની બીમારીનું નિદાન કરી શકાય છે ઉપરોક્ત વિધિ એક કલાકની અંદર દવા પ્રતિરોધી ટી.બી.ના દર્દીઓની તપાસ કરી શકાય છે. ઉપરાંત ટી.બી. ની તપાસ માટે ગળફાની માઈક્રોસ્કોપની તપાસ તેમજ એક્સરે ની સુવિધા પણ ઉપલબ્ધ છે
દાહોદ જિલ્લાના ફતેપુરાના સા. આ. કેન્દ્રમાં ટી.બી.ની તપાસ માટેના નવીન મશીન True Net મુકવામાં આવ્યા
RELATED ARTICLES