Saturday, April 19, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે N.S.S. નો યોજાયો કેમ્પ

દાહોદ જિલ્લાના ફતેપુરાની જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે N.S.S. નો યોજાયો કેમ્પ

વડવાસનાં લીમડાહનુમાન મુકામે એકદિવસીય કેમ્પ નું આયોજન

ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય દ્વારા એક દિવસીય N.S.S.ના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વિવિધ પ્રકારની પ્રવૃતિ ઓ કરવામા આવી હતી પ્રથમ N.S.S. કન્વીનર એચ.પી. આમીન દ્વારા પ્રવચન આપવામાં આવ્યું કે રાષ્ટ્રની સુરક્ષા અને સેવા વિશે સમજ આવામાં આવી હતી. તેમજ એચ.જે. પારગી એ પણ રાષ્ટ્રીય સેવા સુરક્ષા વિશે કોલેજ કાળ દરમિયાન કરેલા અનુભવોની વિગતે માહિતી આપી હતી. અને વિદ્યાર્થીનીઓ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શાળાના શિક્ષકોમાં વી.કે.પટેલ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. મંદિરનાં પટાંગણમાં સાફસફાઈ કરવાં આવી હતી અને ભજન, ધૂન પણ કરવાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓને એચ.પી. આમીન અને એમ.એન. પટેલ દ્વારા આઈસ્ક્રીમ, ખજૂર વગેરે નાસ્તો ખવડાવવામાં આવ્યો હતો અને શાળા તરફ થી બપોરના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ શાળાના શિક્ષકો તથા આચાર્ય જે.આર. પટેલ અને સુપરવાઈર ડી.એન. પ્રજાપતિના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કેમ્પ નું સંચાલન N.S.S. યુનિટનાં કન્વીનર એચ.પી. આમીન અને સહ કન્વીનર એસ.ચી. ભોયા દ્વારા કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments