
દાહોદ જિલ્લાના ફતેપુરાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડળની કારોબારીનું આયોજન ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયારના ગામે આજે તા.૦૧/૦૬/૨૦૨૨ ને બુધવારના રોજ યોજવામાં આવી હતી. આ સાથે આજે ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયારનો જન્મ દિવસ હોઈ તેમને સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડ, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, મહામંત્રીઓ નરેન્દ્ર સોની, સ્નેહલ ધરિયા, કનૈયાલાલ કિશોરી, ઝોન પ્રભારી દાહોદ ભરતસિંહ સોલંકી, સુધીર લાલપૂરવાળા, મીડિયા સેલના કન્વીનર શેતલ કોઠારી અને સહ કન્વીનર નેહલ શાહ તથા ભાજપના જિલ્લાના તાલુકા હોદ્દેદારોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામે ભારતીય જનતા પાર્ટીની સંજેલી તથા ફતેપુરા મંડલ કારોબારી યોજાઇ અને જિલ્લા પ્રમુખ શંકરભાઈના જન્મ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
આ કારોબારીમાં ગુજરાત વિધાન સભાના દંડક અને ફતેપુરના ધારાસભ્ય રમેશભાઈ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, પૂર્વ મંત્રી બચુભાઇ ખાબડએ કાર્યકર્તાઓને સંબોધન કરી ભૂતકાળમાં કરેલી ભૂલો સુધારવાની વાત કરી હતી. જ્યારે જસવંતસિંહ કહ્યું હતું કે આપણે પેજ જીતીશું, બુથ જીતીશું, મંડળો જીતીશું તો જ વિધાનસભા જીતીશું. આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણને વિશ્વની સૌથી મોટી પાર્ટી આપી છે. પૂરા વિશ્વમાં ભાજપનું રાજ છે અને નરેન્દ્રભાઈ મોદીએ શિમલા થી વાત કરી કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસએ ગરીબો માટે કંઈ કર્યું નથી. આપણાં તાલુકા, જિલ્લા સભ્યો અને સરપંચોએ સરકારના દરેક કામોના ઘેર ઘેર જઈ તમે આ બધી યોજનાઓને યાદ કરાવી લાભાર્થીઓને સરકારની સિદ્ધિઓ ગણાવી પડશે તો આપણે મતદારોના મત મેળવીશું તેવું કહ્યું હતું.

ભાજપ દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયારના જન્મ દિવસ નિમિતે સામાજિક સમરસતા, વિધવા સહાય અને સૂપોષણ કીટ તેમના દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ તથા તેમના પરિવારે દલિતો સાથે પોતાના ઘરે તેમની સાથે ભોજન લઇ સામાજિક સમરસતા નું એક આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું