PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર નાઓએ મિલકત વિરુદ્ધના ગુના અટકાવવા તેમજ વણ શોધાયેલા ગુનાઓને શોધી કાઢવા જરૂરી સૂચના આપેલ તેમજ ઝાલોદ ડિવિઝન ના બી.વી. જાદવ તથા સર્કલ પોલીસ ઇન્સ. એસ.વી.અડ નાઓના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પો.સ્ટે ગુ.ર.નં. – ૧૫/૨૦૧૯ IPC કલમ ૩૭૯ મુજબ ગુનો તા.૦૪/૦૪/૨૦૧૯ ના રોજ ફતેપુરા પો.સ્ટે.માં દાખલ થયેલ જે ગુનામાં હીરો સ્પ્લેન્ડર બાઇક જેનો આરટીઓ નંબર GJ 20 AD 1059 નાની ફતેપુરા મેઇન બજાર માંથી ચોરી થયેલી જે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી આજ રોજ પો.સબ.ઇન્સ. એચ. પી. દેસાઇનાઓ સાથે રમેશભાઈ ચતરાભાઈ અ.હે.કો. તથા અજીતભાઈ શકનભાઈ અ.હે.કો. તથા રાજભા હરિસિંહ અ.પો.કો. તથા બીજા ઇટા ચેક પોસ્ટ ઉપરના પોલીસ માણસો સાથે વાહન ચેક કરતા હોય તેવામાં એક ઇસમ વગર નંબર પ્લેટની હીરો સ્પ્લેન્ડર બાઇક લઇને આવતા તેને ઊભો રાખી તેની પાસે ગાડીની આર.સી.બુક માંગતા આર.સી.બુક નહીં હોવાનું જણાવતો હોય જેથી સદર બાઇકના ચેસીસ નંબર પોકેટ કોપ મોબાઇલની અંદર ચેક કરતાં સ્ટોલન લખેલું તેમજ ફતેપુરા પો.સ્ટે. ગ.ર.નં. ૧૫/૨૦૧૯ નાથી ચોરી થયાનું જાણવા મળે સદર બાઇક ચાલક ભલાભાઇ ઉર્ફે વિરેન્દ્ર મુકેશભાઈ જાતે વળવાઇ રહે. સુખસર તા. ફતેપુરા જિ. દાહોદનાને તથા હીરો સ્પ્લેન્ડર બાઈક ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આમ ફતેપુરા પોલીસને વાહન ચોરીના ગુનામાં ગયેલ સ્પ્લેન્ડર તથા આરોપી પકડી પાડવામાં સફળતા મળે છે