PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની નાદુકણ ગામમાં જમીનની તકરાર બાબતે લોખંડની પાઇપ વડે મારમારી હુમલો કરેલ તે બાબતે ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ગુનાની IPC ની કલમ ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, (૨) ૧૧૪ મુજબના ફરિયાદી સાવિત્રીબેન ચંપકભાઈ વજાભાઈ જાતે તાવિયાડ રહે. નાની નાદુકણનાઓએ આરોપી ૧. કલ્પેશ પુંજા તાવિયાડ ૨. જીગ્નેશ પુંજા તાવિયાડ. ૩. ચોકલીબેન પુંજા તાવિયાડ નાની નાદુકણનાઓએ ફરિયાદીના ઘરે કલ્પેશ પુંજા તાવિયાડ હાથમાં લોખંડની પાઈપ લઈ અને જીગ્નેશ પુંજા તાવિયાડ હાથમાં લાકડી લઈ અને ચોકલી પુંજાભાઈ તાવિયાડ ગાળો બોલતા બોલતા ફરિયાદીના ઘરે આવેલ અને કહેતા હતા કે ગેસ કુવો મારી જમીનમાં છે. એ ગેસ કુવો મારો છે તેમ કહી ગાળો બોલી ઝઘડો કરવા લાગેલ અને JCB લાવી જમીનમાં ખાડો ખોદતા હતા, જેથી મારા સસરા વજાભાઈએ ખાડો ખોદવાની ના પાડતા સામેવાળા એકદમ ઉશ્કેરાય ગયેલા અને કલ્પેશ પુંજા તાવિયાડએ તેના હાથમાંની લોખંડની પાઇપ મારા સસરા વજાભાઈના માથામાં તેમજ ડાબા હાથે મારી દીધેલ અને જીગ્નેશ પુંજા તાવિયાડએ મારા સસરા શરીર પર લાકડીથી માર મારેલો અને મારી સાસુને માથાના ભાગે ગાદડાપાટુનો માર મારેલો ત્યારે તેઓએ બૂમાબૂમ કરતાં વચ્ચે પડી મારી દેરાણી વગેરેએ છોડવેલા અને ત્રણેય જણા ગાળો બોલતા બોલતા મારી નાખવાની ધમકીઓ આપતા હતા જેથી અમો મારની બીકથી અમારા માળી ફળિયામાં આવેલા બીજા મકાનમાં જતા રહેલા અને ૧૦૮ મોબાઇલ વાનને જાણ કરી તેના મારફતે ફતેપુરા સરકારી દવાખાને આવેલા અને વધુ સારવાર માટે દાહોદ સરકારી દવાખાને રીફર કરેલા અને ત્યાંથી આવી ફતેપુરા પોલીસ મથકમાં આ ઇસમો વિરુદ્ધ ફરિયાદ કરેલ છે. તે બાબતે પોલીસ કાયદેસરની તપાસ ચલાવી આગળની કાર્યવાહી કરી રહી છે.