PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગઢડા ગામે પિતાને લાકડીઓ વડે માથાના ભાગે માર મારી અને પથ્થર મારી મોતને ઘાટ ઉતારેલ છે. ફતેપુરા પોલીસ ચોપડે નોંધાયેલ ગુનો 2019 IPC કલમ 302 તથા G.P Act 135 મુજબ ફરિયાદી મણીબેન ફુલાભાઈ ગઢડાનાઓના પતિ ફુલાભાઈ ચુનિયાભાઇ સંગાડા ગઢડાનાઓને આરોપી વિજય ભુલાભાઈ સંગાડાએ તમે મારી પત્નીને ચડામણી કરી કાઢી મુકેલ છે અને કેમ તેડવા જતા નથી તેમ કરી એકદમ ઉશ્કેરાઈ જઈ તેને તેના હાથમાં નાની લાકડી વડે તેના પિતા ભુરાભાઇને માથાના ભાગે ગંભીર જીવલેણ રીતે મારી અને પથ્થર મારી મારી નાખેલ છે. રાત્રીનો સમયે આ બનાવ બનેલ હોઇ અમોને કોઈ વાહન મળેલ ના હોય જેથી અમો આજ રોજ સવારે અમારા સરપંચને આ બાબતની જાણ કરી ત્યારબાદ અમો અમારા પુત્ર વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલ છીએ. અને આ બાબતની અમારા છોકરા વિજય સામે કાયદેસર તપાસ કરી ફરિયાદ નોંધાવીએ છીએ. તેથી આ ફરિયાદને આધારે પોલીસ વધુ તપાસ ચલાવી આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.