PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાંથી બાઈક ચોરીના ચાર બનાવમાં બાઈક ચોરો જાણે પોલીસને ચેલેન્જ આપતા હોય એવું લાગી રહ્યું છે.
હાલ બે માસમાં લગભગ ચાર બાઇકોની ચોરી થઈ છે તેમાં એકપણ બાઈક મળેલ નથી. એક મામલતદાર ઑફિસ થી, એક સરકારી દવાખાનેથી, એક મેઈન બઝારમાંથી, એક બલૈયા રોડ પરથી આમ બે માસમાં કુલ ચાર બઈકની ચોરી થવા પામેલ છે.
ગ્રામજનોનું કહેવું છે કે GRD વાળા રાત્રી દરમ્યાન ઉંઘે છે અને પોલીસ પેટ્રોલીંગનો પણ અભાવ છે તેવું જણાઈ રહ્યું છે. અમુક જગ્યાએ ચોરો CCTV કેમેરામાં પણ કેદ થયા છે પણ સ્પષ્ટ બહાર આવતું નથી કે તે ચોરો કોણ છે.
તા.3/6/2017 ના રોજ બલૈયા રોડ કરોડીયા પૂર્વ અસ્લમભાઈ મન્સૂરીની બાઈક ઘરના ઓટલા ઉપરથી ચોરાઈ ગઈ હતી પોલીસને અરજી આપેલી હતી તે તપાસ કરતા મળેલ ન હોવાથી આજરોજ તા.12/6/2017 ના રોજ પોલીસ ફરિયાદ આપેલી છે તે કાયદેસર ની તપાસ થવા મારી ફરિયાદ છે