PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ભાગવત સપ્તાહના આયોજનના પાંચમા દિવસે કડકડતી ઠંડીમાં પણ ફતેપુરા નગરની બહેનો તેમજ ભાઈઓ ભાગવત સપ્તાહનો લાહવો લેવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભાગવત સપ્તાહ અનેરો આનંદ લીધો હતો આજે ભાગવત સપ્તાહમાં મહારાસનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં રાધાકૃષ્ણ, ગોપીઓ અને શંકર ભગવાન વિગેરે ભૂમિકા ભજવવામાં આવી હતી. ગોપીઓ દ્વારા રાસલીલા પણ કરવામાં આવી હતી તેમની સાથે-સાથે કથા પધારેલી બહેનો પણ આનંદ લઈ ઝુમી ઉઠ્યા હતા. ભાગવત સપ્તાહમાં આજના પાંચમા દિવસે પણ દીદીની મીઠી વાણી દ્વારા ભાગવતજીની કથા સાંભળવા સર્વે ગ્રામજનો અને આજુ-બાજુ ના ગામથી લોકો આવીને લહાવો લીધો હતો.