PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં જૈન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો. ફતેપુરા જૈન મંદિરના બાંધકામની કામગીરી પૂર્ણતાને આરે છે, અને તેની બાકીની કામગીરી જોરશોરથી ચાલી રહેલ છે અને તે બે દિવસમાં પૂર્ણ થવાને આરે છે ત્યાં ગુરુ ભગવાન શ્રી અનંત ચંદ્ર સાગર સુરીશ્વર મ.સા. બાળ મુનિને આપેલ વચન મંદિર અને ઉપાશ્રય બનાવવાનું વચન પૂર્ણ થવાનું છે મંદિરની બાજુમાં જૈન ઉપાશ્રય બનાવવાનો લાભ ચેન્નઈના નહાર પરિવારે લીધો છે. જેની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન તારીખ ૨૨, ૨૩ અને ૨૪ ફેબ્રુઆરી ના રોજ રાખેલ છે. તેમજ સુરતના દિક્ષાર્થીબેન ગુડિયાબેનની વર્ષીદાનનો વરઘોડો તા.૨૩/૦૨ ૨૦૧૯ ના રોજ ફતેપુરા સંઘ તરફથી રાખવામાં આવેલ છે. રથયાત્રામાં આકર્ષણ સ્વરૂપે ચાંદીનો ભગવાનનો રથ, શરણાઈ વાદક, હાથી, ઘોડી, બગી, નાસીક ઢોલ, લક્ષ્મી બેન્ડ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા પરમ પૂજ્ય ગુરુ ભગવંત બંધુ બેલડી સાગર સમુદાયના ગુરુ ભગવંત પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી જીન ચન્દ્રસાગર સુરીશ્વર મ.સા. અને પરમ પૂજ્ય આચાર્યદેવશ્રી હેમચંદ્રસાગર સુરીશ્વર મ.સા. આદિ શ્રમણ શ્રમણી પરિવાર આદિઠાણા તેમજ ગુરુ ભગવાન આનંદ સાગર સુરીશ્વર મ.સા તથા પ્રસંગ ચંદ્રસુરીશ્વર મ.સા.ની નિશ્રામાં અને ફતેપુરા આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ ફતેપુરા આ સર્વે ગુરુજનો ના સાનિધ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા રાખવામાં આવેલ છે આ શુભ પ્રસંગે ફતેપુરા જૈન સંઘ તરફથી દરેક જૈન સમાજ સંઘને પધારો અને પધારવા ખૂબ ખૂબ અનુમોદના છે.
જે કોઈ ભાઈને મંદિર અથવા ઉપાશ્રયમાં લાભ લેવા ઈચ્છતા હોય તો સંઘના નિર્ણયકોનો સંપર્ક કરવો: (૧) કપિલભાઈ નહાર – 9427035738 (૨) નિર્મલભાઈ નહાર – 9913498200 (૩) પારસભાઈ નહાર – 9427398635 સર્વે જૈન સમુદાયને ભાવભીનું નિમંત્રણ છે.