PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં P.S.I. એચ.પી.દેસાઈ અને સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત માહિતી મળેલ કે એક સફેદ કલરની બોલેરો ગાડી જે ગેરકાયદેસર પ્રવૃત્તિનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરીને આવે છે. જેથી ફતેપુરા P.S.I. એચ.પી. દેસાઈ તથા સ્ટાફના માણસો સાથે માહિતી મુજબ વડવાસ ઊંડાવેળા ચોકડી પાસે નાકાબંધી કરતા આ બોલેરો પીકઅપ ગાડીનો આરોપી ડ્રાઈવર પોલીસ જોઈ દૂરથી પોતાની બોલેરો પીકઅપ ગાડી મૂકી ભાગતો હોય તેનો પીછો કરતા પકડાયેલ નહીં અને નાસી છૂટેલ જે તેની ગાડી ચેક કરતા તેમાં ગાડી નંબર જીજે – 17 ટીસી – 25 તથા ગાડીમાં ખાખી કલરના પુઠાના ખોખામાં હેવર્ડ્સ 5000 સુપર સ્ટ્રોંગ બિયર 500 ml ની માર્કાની કુલ ટીન બિયર પેટી નંગ ૧૪ તેમાં એક પેટીમાં ૨૪ નંગ કુલ મળી ૩૩૬ નંગ બીયર ₹.૩૩, ૬૦૦ નો મુદ્દામાલ મળી આવેલો તથા મહેન્દ્ર કંપનીની બોલેરો સફેદ ગાડી નંબર જીજે 17 ટી.સી 25 નંબર લખેલ છે જે આર.ટી.ઓ. નંબર પ્લેટ લગાવી નથી એની કિંમત ૩ લાખને ૫૦ હજાર આમ ₹.3,83,600/- નો મુદ્દામાલ કબજે લીધેલ છે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.