PRAVIN KALAL –– FATEPURA
THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS
દાહોદ જિલ્લાના ફતેપુરામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા આ બંને બેંકોમાં હાલ લેવડ દેવડ માટે એક જ કેશ કાઉન્ટર છે અને બેંક પાસે જગ્યા પણ છે. તેમ છતાં બે એકાઉન્ટર કરવામાં કેમ નથી આવતા? આ બાબતે ગ્રામજનો અને વેપારી ઓને બે થી ત્રણ કલાક સુધી લાઈનમાં ઉભુ રહેવું પડે છે જેના કારણથી વેપારીઓ અને ખેડૂત વર્ગ માટે બહુજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે માણસ પાસે સમય નથી જ્યારે કર્મચારીઓને દિવસ પૂરો થઈ જતા તેમનું વેતન તો તેમને મળવાનું જ છે પરંતુ આજે ખેડૂત વર્ગ ખેતીના સમયમાં સમય ક્યાં છે આજે 500 રૂપિયા આપતા છતાં ખેતરમાં કામ કરવા મજુર મળતો નથી અને આવા આકરા સમયમાં બેંકમાં જો બે ત્રણ કલાક સુધી ખેડૂત રોકાઈ રહે તો તેમની ખેતીનું શું ? આ ગરીબ વર્ગને કોણ સાંભળે છેવટે ખાતામાંથી પૈસા ના ઉપડે ત્યાં સુધી કેવી રીતે જવાનું ? છેવટે તેઓના દિવસ આમ જ પુરો થઈ જાય છે આ બાબતે બેંક અધિકારીઓ કોઈ પગલા લઈ તપાસ કરશે ખરા ? બેંકમાં લાંબી ચોડી જગ્યા પણ છે અને કેશ કાઉન્ટર બે થઈ જાય તેવી પોઝિશન છે તેેેમ છતાં બે કેશ કાઉન્ટર કેમ કરવામાં નથી આવતા તે એક વિકટ પ્રશ્ન છે. S.B.I. બેંક દ્વારા ATM ની વ્યવસ્થા થાય તો પણ સારું. થોડા વખત પહેલા ATM મુકવામાં આવેલું પરંતુ તેને પાછા અહીંયાંથી લઈ ગયેલ છે તે શું કારણ ? આમ ગામડાના લોકોની આવી નાની મોટી અનેક સમસ્યાઓ, વ્યથાને સરકાર કે અધિકારીઓ કેમ ધ્યાન ઉપર લેતા નથી. આ બાબતે તંત્ર કેમ કુંભકર્ણ ની ઘોર નિદ્રામાં છે. શું આ બાબતે સરકાર કોઈ પગલાં ભરશે ખરી? કે પછી ફતેપુરા અને તેની આજુબાજુના ગામના લોકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.