Monday, February 3, 2025
Google search engine
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં સંવેદના વન કાર્યક્રમ હેઠળ ૪૦૦ રોપાઓ વાવવામાં આવ્યા

દાહોદ જિલ્લાના ફતેપુરામાં સંવેદના વન કાર્યક્રમ હેઠળ ૪૦૦ રોપાઓ વાવવામાં આવ્યા

 PRAVIN KALAL –– FATEPURA 

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS [ HONDA ] 

મુખ્યમંત્રી ના જન્મદિવસ નિમિત્તે સંવેદના વન કાર્યક્રમ હેઠળ ૪૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા.
ફતેપુરા આઈ.કે. દેસાઇ હાઈસ્કુલ માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરની આઈ.કે.દેસાઇ હાઈસ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે તાલુકા કક્ષાનો સંવેદના વન કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પારગી, સરપંચ કચરૂભાઈ પ્રજાપતિ, એડવોકેટ શબ્બીરભાઈ સુનેલવાલ, ડેપ્યુટી સરપંચ મનોજભાઇ કલાલ, શાળાના આચાર્ય હેમંતભાઈ પંચાલ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સંવેદના વન કાર્યક્રમ હેઠળ ૪૦૦ વૃક્ષોને મહાનુભવનો હસ્તે રોપવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમને અનુલક્ષીને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉદ્દબોધન કરેલ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments