PRAVIN KALAL –– FATEPURA
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી જીલ્લા રજીસ્ટ્રારની હાજરીમાં ચેરમેન પદ માટે યોજાઇ હતી. જેમાં વેપારીઓ, ખેડૂતો, ખરીદ વેચાણ સંઘના સભ્યો, સરકારી કાર્યકરો અને સુલેહ – શાંતિનો ભંગ ના થાય તે માટે ફતેપુરા P.S.I. તથા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સૌ સભ્યોએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ચેરમેનની પોસ્ટ માટે વ્યક્તિઓએ દાવેદારી કરી હતી જેમાં (૧) બાબુભાઈ પારગી અને (૨) પ્રફુલભાઈ ડામોર. ચેરમેનની આ પોસ્ટ માટે બાબુભાઈ પારગીને ૪ (ચાર) મળ્યા હતા જ્યારે પ્રફુલભાઈ ડામોર ને ૧૩ (તેર) મત મળ્યા હતા. તેથી પ્રફુલભાઈ ડામોર વિજેતા જાહેર થયા હતા. વિજય જાહેર થતાં તેમના સમર્થકોએ ફુલહાર પહેરાવ્યા હતા. અને પારંપરિક વાજિંત્રો વગાડી તથા ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેમનું વિજય સરઘસ ફતેપુરાના રાજમાર્ગો પર ફેરવવામાં આવ્યું હતું.