દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની મામલતદાર કચેરી ખાતે આજ તા.૨૫/૦૯/૨૦૧૯ ને બુધવારના રોજ વિધવા સહાય યોજના માટેનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં પ્રાંત અધિકારી ઝાલોદ એસ.ડી. ચૌધરી, પ્રાંત અધિકારી ફતેપુરા અમિત પરમાર, મામલતદાર ફતેપુરા એન.આર.પારગી, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, સરપંચો અને બીજેપીના કાર્યકરોમાં ચુનીકાકા, પંકજભાઈ પંચાલ, ડોક્ટર અશ્વિનભાઈ પારગી વિગેરે કાર્યકરો હાજર રહ્યા હતા. ફતેપુરા ગામની આજુબાજુના સરપંચો તલાટી બધાના સહયોગથી વિધવા સહાયકોને મળવા પાત્ર લાભોના લાભાર્થી બહેનોને હુકમો વિતરણ કરવામાં આવ્યા. તેમાં કુલ ૪૫૨ થી પણ વધુ લાભાર્થી બહેનોએ ભાગ લીધો હતો. વિધવા બહેનોને માસિક રૂપિયા ૧,૨૫૦/- (એક હજાર બસ્સો પચાસ) લેખે તેઓને આપવામાં આવે છે અને તે રૂપિયા તેઓના એકાઉન્ટમાં જમા થશે. વધુ જેને બે બાળક હોય તેઓને એક બાળક દીઠ રૂપિયા ૨૦૦/- (બસ્સો) વધારાના આપવામાં આવે છે
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં મામલતદાર કચેરી ખાતે વિધવા સહાય યોજનાનો કેમ્પ રાખવામાં આવ્યો