દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય નગર ફતેપુરા પોલીસ ને મળેલ માહિતી આધારે વોચ ગોઠવી દારૂ પકડવામાં આવ્યો હતો. ફતેપુરા પોલીસને ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી ડુંગરા અને કરમેલ થઈ શેરો ચોકડી તરફ જતા રસ્તા ઉપરથી હોન્ડા સિટી ગાડી નંબર GJ-1 KG-7822 મા બે ઈસમો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લઈ આવી રહેલા છે જેથી સકદાર વાતનીના આધારે સેરો ચોકડી ઉપર વોચ ગોઠવી વોચમાં બેઠા હતાં તે દરમિયાન બાતમી આધારીત ગાડી જોવાયેલ અને તેને ગાડી ઉભી રાખવાનું કહેતા તેના ચાલકે ગાડી ફૂલ સ્પીડમાં રિવર્સમાં ઝડપે ચલાવી નાસવા જતા તેને રોકી ગાડીમાં તપાસ કરતા અંદર ડ્રાઇવર સાથે બંને જણ બેઠેલા હતા અને પંચો રૂબરૂ તેઓના નામ પુછતા હીરા સિંગ લક્ષ્મણસિંહ વટવા ડ્રાઇવર અમદાવાદ અને નિખિલ કનૈયા સિંહ બિસ્ટ રાજપુત તેઓ બંને અમદાવાદના રહેવાસી હતા અને તેઓને ગાડીમાંથી ઉતારી બહાર લાવી ગાડીમાં ઝડતી તપાસ કરતા ખાખિ પૂઠા ના બોક્સ ભરેલા જોતા ભારતી બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ હોય પંચો રૂબરૂ બોક્સ બહાર કાઢી ગણી કુલ બોટલ નંગ 300 સાડા 750 મિલીલીટર ની ઓફિસર ચોઇસ આ દારૂનો જથ્થો પોતાના કબજાની ગાડીમાં રાખવા બાબતે અને કોઈ પાસ પરમીટ ન નથી તેમ જણાવેલ અને દારૂની કુલ કિંમત ₹.1,08,000/- અને ગાડીની કિંમત ₹.3,00,000/- ગણી અને તેઓની ઝડતી કરતા તેઓના પાસેથી સેમસંગનો નાનો મોબાઈલ કિંમત ₹.500/- ખિસ્સા માંથી મળી આવેલ અને બીજો vivo કંપનીનો મોબાઇલ અંદાજિત કિંમત ₹.2000/- કુલ મળી ₹.4,10,500/- નો મુદ્દામાલ રેડ દરમિયાન પકડવામાં આવેલ છે. પંચનામું કરી બંનેએ ઇસમોની અટક કરેલ છે અને તેઓના વિરૂદ્ધ પ્રોહી એક્ટ ક 65 ઇ 81, 98(2) મુજબ ફરિયાદ દાખલ કરેલ છે વધુ તપાસ પોલીસ આગળ ચલાવી રહેલ છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં ₹. 4,10,500/- નો ઇંગ્લિશ દારૂ ઝડપવામાં પોલીસને મળેલ સફળતા