દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સાંઈ મિત્ર મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન P.S.I. હાર્દિક દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં સ્ટાફના જવાનો અને ગ્રામ્ય આગેવાનો અને આજુબાજુના રહીશોએ ભાગ લીધો હતો અને નાસ્તાનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું સુંદરકાંડ ની સાથે સાથે દીકરી લાડકવાઈ વિશે અને ભક્તોને સુંદરકાંડમાં મજા આવે એવી રીતે હાસ્ય રસ થી ઝૂમી ઉઠે એવું સંગીત અને પ્રોગ્રામથી સર્વે ભક્તજનોની ઝુમી ઉઠયા હતા અને સુંદરકાંડ નો આનંદ માણ્યો હતો સુંદરકાંડના મિત્ર મંડળ દ્વારા P.S.I. હાર્દિક દેસાઈને હનુમાનદાદા ની તસ્વીર ભેટ આપવામાં આવી હતી. સુંદરકાંડ પૂરો થતાં આરતી કરી અને પ્રસાદ લઈ સર્વે ભક્ત પ્રાર્થના કરી વિસર્જીત થયા હતા
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં સાંઈ મિત્ર મંડળ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં સુંદરકાંડનું આયોજન...