દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં આજે તા.૨૧/૧૧/૨૦૧૯ ને ગુરુવારના રોજ ICDS વિભાગ દ્વારા આંગણવાડી વર્કર બહેનોને મોબાઇલ C.A.S. એપ્લિકેશનની ત્રીજા તબક્કાની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ પોષણ અભિયાન ગુજરાત રાજ્ય યુવક બોર્ડની કામગીરી. આંગણવાડીની બહેનો સાથે ફતેપુરામાં આંગણવાડી ની કેન્દ્રોની બેઠક આજ રોજ યોજવામાં આવી. જેમાં CDPO કોમલબેન રબારી, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના દાહોદ જિલ્લા સંયોજક સુનિલભાઈ પટેલ, જિલ્લા સહવાલી પંકજભાઈ પંચાલ, ફતેપુરા તાલુકા સંયોજક અલ્પેશભાઈ પીઠાયા અને વિજયભાઈ આમલિયાર તથા 300 જેટલા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં ICDS વિભાગ દ્વારા આંગણવાડી વર્કર બહેનોને મોબાઇલ એપ્લિકેશનની ત્રીજા તબક્કાની તાલીમ આપવામાં આવી
RELATED ARTICLES