દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં વોહરા સમાજના 53માં ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબની રજા મુબારક અને ઈચ્છાનુસાર આજે તા.૧૭/૦૧/૨૦૨૦ ને શુક્રવારના રોજ વોહરા સમાજના લોકોના હાલ-ચાલ જાણવા માટે પધારેલ હતા. અને દરેક દાઉદી વોહરા સમાજના લોકોના ઘરે ઘરે જઈ હાલચાલ જાણી દુઆઓ કરી આશીર્વાદ આપ્યા હતા. અને દેશની ઉન્નતિ અને તરક્કી માટે પણ દુઆઓ કરી હતી.
વોહરા સમાજના 53માં ધર્મગુરુ સૈયદના સૈફુદ્દીન સાહેબનું ફતેપુરામાં આગમન થતા પુર જોશમાં અને ફુલના ગુલદસ્તા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. સૈયદ સૈફુદ્દીન સાહેબની સાથે મુંબઇથી ખાસ પધારેલ મુર્તુજાભાઈ સાહેબ, મોહંમદભાઈ સાહેબ તથા ફતેપુરાના જનાબ સાહેબ મુ કૂતબુદ્દીનભાઈ સાહેબ જેવા અગ્રણી હાજર રહ્યા હતા. સૈયદના સાહેબે રાત્રીના સમયે મસ્જિદમાં વાયરસ મુબારક ફરમાવી હતી. તેમજ ઇમામ હુસેનનો માતમ પુર જોશમાં કરાવેલ હતો. ત્યારબાદ સામુહિક ભોજન રાખવામાં આવેલ હતું. ફતેપુરા દાઉદી વહોરા સમાજના આગેવાન સબીરભાઈ સુનેલવાલ, બુરહાનભાઈ નલાવાલા તથા તૈયબભાઈ હરરવાલાએ ભારે જહેમત ઉઠાવી હતી.