પ્રધાનમંત્રી સહી પોષણ દેશ રોશન ના આહ્વાનને ચરિતાર્થ કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ માતાઓ અને બાળકોના કુપોષણમાં વધારો ન થાય તે અંતર્ગત ગુજરાત પોષણ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે દાહોદ જિલ્લા પંચાયતની ઘુઘસનો કાર્યક્રમ ચરોળી પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો હતો. તે પૈકી પ્રોગ્રામ બી.ડી.નીનામા પ્રયોજના વહીવટદાર અધિકારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. પ્રોગ્રામમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ટી.ડી.ઓ. ફતેપુરા, જલ્પાબેેન માલ, રામાભાઇ, વનીતાબેન અને સરપંચો હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.
પ્રોગ્રામમાં બાળક તંદુરસ્ત હરીફાઈમાં સૂર્યવંશીબેન પારગી પ્રથમ ક્રમે આવ્યા હતા અને તેઓને ધારાસભ્ય દ્વારા ઈનામ આપવામાં આવ્યું હતું. બીજા ક્રમે રસમિતા બેન આવ્યા હતા તેઓને બીડી નિનામા દ્વારા ઈનામ આપવામાં આવ્યું હતું. ત્રીજા ક્રમે ખુશીબેન પારગી તેઓને ભાજપા પ્રમુખ શંકરભાઇ આમલીયાર દ્વારા ઈનામ આપવામાં આવ્યું હતું. તેમાં ફતેપુરા તાલુકાના બાળકોની સંખ્યા 417 છે. જે બાળકોને સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, આગેવાનો દ્વારા દત્તક લીધેલ છે. જે બાળકોને પોષણ અતિરિક્ત લાભો આપી સરકારના અભિયાન ચરિતાર્થ થવાના હેતુસર બાળકોને દત્તક લઇ સારી કામગીરી કરેલ છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચિત્રકૂટ વિજેતા દિનેશભાઈ પટેલ કન્યા શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું.