દાહોદજિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ના P.S.I. સી.બી.બરંડા તેમજ પોલીસ સ્ટાફ અને તેમની સૂચનાથી જી.આર.ડી. ના તાલુકાના માનદ્દ અધિકારી બદજીભાઈ તાવીયાડ તથા તેમના સ્ટાફ દ્વારા ફતેપુરા લોકડાઉનને સફળ બનાવવામાં સવારે ૦૫:૦૦ વાગ્યા થી કામે લાગી જાય છે. તેમાં પ્રજાને ગમે તેટલી સમજાવો પણ સમજવા તૈયાર નથી. ત્યારે આ જવાનો સવારથી લોકહીતની રક્ષા કરવા લોકડાઉન સફળ બનાવવા નીકળી પડે છે. તેઓ દિવસ દરમ્યાન જમવાની પણ પરવા કરતા નથી તોયે લોકો સમજતા નથી અને પોલીસનો જ વાંક કાઢે છે. આના સાથે મેડિકલ સ્ટાફ પણ બહુજ સારી કામગીરી કરી રહી છે. આજે લોકડાઉન દરમ્યાન અમુક લોકો સાથ સહકાર ન આપતા તેઓ ઉપર ગુનો પણ નોંધાયો હતો. આ લોકડાઉન સરકાર દ્વારા કોના માટે અને કેમ કરવામાં આવે છે તે પણ વિચારતા નથી. આ એક લોકસેવાનું કામ છે. ફતેપુરાની જનતાએ સાથ સહકાર આપવો જોઇને અને કોરોના નામના રાક્ષસને હરાવવો જોઇએ અને સર્વે ભાઇઓ અને બહેનોએ ઘરમાં રહી મોદીજી દ્વારા જાહેેેર કરાયેેેલ લોકડાઉનને સફળ બનાવીએ. આમ ફતેપુરા P.S.I. બરંડા સાહેબ અને જી.આર.ડી.તેમજ પોલીસ સ્ટાફની કામગીરી લોકો દ્વારા બિરદાવવા આવી રહી છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં લોકડાઉન સફળ કરવા ફતેપુરા P.S.I. તથા G.R.D. ની નોંધનીય...