દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીનાઓએ જાહેરનામું બહાર પાડેલ કે વિશ્વના તમામ દેશો તથા સમગ્ર ભારતમાં તથા તાજેતરમાં જ ગુજરાતમાં નોવેલ કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ રોગને “પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કેન્સર્ન” જાહેર કરેલ છે અને આ રોગનો ફેલાવો ખૂબ જ ઝડપી થાય છે. તે અટકાવવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર તથા મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર નાઓએ માર્ગદર્શિકા બહાર પાડેલ છે. જેની અમલવારી કરાવા તેમજ આ રોગ આ કારણે થતી ખુવારી અટકાવવા દાહોદ જિલ્લા હદ વિસ્તારમાં કોરોના વાઈરસના રોગને અટકાવવા અને નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાય નહીં તેમજ કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે જાહેરમાં લારી-ગલ્લા તેમજ દુકાનો ચાલુ રાખી તેમજ વાહનોમાં આવી એક સ્થળે ભેગા થવું નહીં અને હેરાફેરી કરવી નહીં તેમ જ ગંદકી ફેલાવી નહી વિગેરે મતલબનું જાહેરનામું બહાર પાડેલ હોય તે આધારે લોકોની સુખાકારી માટે આપણે અમલ કરાવવા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબ નાઓએ તેમજ ઝાલોદ ડિવિઝન બી.વી.જાદવ સાહેબ તથા સર્કલ પોલીસ ઇન્સ. એસ.વી. એડ સાહેબના માર્ગદર્શન હેઠળ ગત રોજ તા.૨૮/૦૩/૨૦૨૦ ને શનિવારના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફતેપુરા PSI સી.બી.બરંડા તથા પોલીસ કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જાહેરનામાનો ભંગ કરતા ઇસમોમાં વિરૂદ્ધ આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ કુલ ૧૦ કેસ કરી જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવેલ છે. અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવેલ છે.
વધુમાં સોશિયલ ડીસ્ટનસ માટે પોલીસે એક નવીન પ્રયોગ કર્યો અને ફતેપુરામા અનલીગલી પ્રવેશતા અને લટારો મારવા નીકળતા લોકો ન પ્રવેશે તે હેતુસર પ્રવેશ દ્વારો પોલીસે લોક કરી વધુ એક સરાહનીય કામગીરી કરતાં ગામમાં સંપૂર્ણ શાંતિ અને લોકડાઉન જેવું વાતાવરણ જણાઈ રહ્યું હતું.