દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા અને તેની આસપાસના ગામના અમુક વ્યક્તિઓ દ્વારા દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા જાહેર કરાયેલ જાહેરનામાનો ભંગ તેમજ લોકડાઉનનો ભંગ કરતા 21 નબીરાઓને ફતેપુરા P.S.I. બરંડા દ્વારા ઝડપવામાં આવ્યા હતા. અને આઠ વ્યકિઓ ઉપર કેસ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા અને વ્યક્તિગત રીતે પણ અધિકારીઓ દ્વારા આટઆટલું સમજાવવામાં આવે છે, પરંતુ લોકો સમજવા કેમ તૈયાર નથી તે સમજાતું નથી. પોતાનો કોલર ઉંચો રાખવા અને ફરવા જવું તે વ્યાજબી નથી. આવી વિપદાની ઘડીએ નિયમોનું પાલન કરીએ અને પોલીસને સાથ સહકાર આપીએ અને ઘરે રહીએ એ આપણા બધા માટે મહત્વની બાબત છે. દરેક વ્યક્તિએ એક મીટરનું ડિસ્ટન્સ રાખવું તે પણ જરૂરી છે. પોલીસના જવાનો હોય કે જી.આર.ડી. હોય તેઓ કોના માટે આ બધું કરી રહ્યા છે. આ આ કરવું તેમને પણ સારું લાગતું નથી. તેઓ પોતાના જમવાની કે પોતાના ઘરની પણ પરવા કર્યા વગર આપણી સેવામાં કાર્યરત રહે છે તો અવશ્ય તેઓને સાથ-સહકાર આપીએ. ફતેપુરા અને તેની આસપાસની દરેક જનતાને NewTok24 ની ટીમ દ્વારા આપને નમ્ર અપીલ છે કે ચાલો હવે આપણે બધા લોકડાઉનનું પાલન કરીએ અને નિયમોનું પાલન કરીએ.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં લોકડાઉનનો ભંગ કરતા 21 નબીરાઓને પોલીસે ઝડપ્યા
RELATED ARTICLES