દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં શાકભાજી વેચવાવાળાઓ દ્વારા તેમજ મેન બજારમાં સોશિયલ ડિસ્ટન્સના જળવાતા પોલીસ તેમજ મામલતદાર દ્વારા વેપારીઓ અને શાકભાજી વાળાને જણાવી તેનું પાલન કરાવડાવ્યુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા મામલતદારને શાકભાજી વેચનાર અને ખરીદી કરનારાઓ અને કરિયાણાની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં અભાવ જણાતા મામલતદાર દ્વારા શાકભાજી વેચનાર તેમજ કરિયાણાના દુકાનદારોને પણ ચેતવણી આપી હતી. સમગ્ર ફતેપુરાની કરિયાણાની દુકાનો, શાકભાજી માર્કેટ, મેડિકલ સ્ટોરમાં તેમજ બજારમાં દરેક જગ્યાએ મામલતદાર પારગી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રખાવડાવવામાં આવ્યું હતું અને દરેક ધંધાર્થીઓ અને વેપારીઓને આ વિશે ચેતવણી આપી હતી અને હવે પછી આવું ન બને તેની સંપૂર્ણ ખાતરી કરવા કહેલ હતું.