ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી સંકલ્પ લેવામાં આવ્યા છે. સંકલ્પોનું પાલન કરવું, માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, સાબુથી હાથ ધોવા અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો વગેરે બાબતોને લઇ ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ફતેપુરા શહેરના સંયોજક પ્રવીણભાઈ બરજોડ અને તેમની ટીમ તથા પંકજભાઈ મણીલાલ પંચાલ દ્વારા બેંક ઓફ બરોડા આગળ માસ્ક અને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને કોરોના રોગથી બચવા માટે બહાર નીકળતા પહેલા મોઢા પર માસ્ક અવશ્ય પહેરવું અને એકબીજાથી છ ફૂટ નું અંતર રાખવું, વારંવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો, મોટી ઉંમરના વડીલો કે જેેેઓ 60 વર્ષના હોય તેઓને ઘરથી બહાર ન નીકળવા દેવા. આ બધી બાબતોને લઇ સલાહ સૂચનો અને સમજણ આપી હતી. બજારમાં ગમે ત્યાં ખરીદી કરવા જઈએ ત્યારે વધુ ભીડ ન કરવી. આપણે પોતે પોતાનું રક્ષણ કરવું અને બીજાને પણ કરાવવું. જેથી આપણે કોરોના ને હરાવી શકીએ.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરામાં ગુ. રા. સ્વામી વિવેકાનંદ બોર્ડ દ્વારા માસ્ક અને આયુર્વેદિક...