દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના આદેશ અનુસાર ચાર દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જેમાં આ હોલસેલરો આવશ્યક ચીજવસ્તુઓની સાથે સાથે વિમલ, બીડી, ગુટકાઓનું વધુ ભાવેે વેચાણ કરતા હોઈ આ બાબતની ફરિયાદ જિલ્લા કલેક્ટરને મળતા તેની તપાસ કરતા દાહોદ જિલ્લા કલેક્ટરના નિયમોનું તેેેઓ પાલન ન કરતા કલેક્ટર વિજય ખરાડીએ કાર્યવાહીના ભાગરૂપે આ તમામ વેેેપારીઓની દુકાનો સીલ કરવા ફતેપુરા મામલતદારને ઓર્ડર કરેલ હતો. જે અનુસંધાને તાલુકા મામલતદાર, પુરવઠા મામલતદાર તેમજ સ્ટાફ દ્વારા ફતેપુરા મેન બજારમાં આવેલ આ ચારેય દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું. જેમની દુકાનોને સીલ મારવામાં આવ્યા છે તેઓના નામ : (૧) શંકર કિશોરીલાલ અગ્રવાલ, (૨) સતીશ સોહન અગ્રવાલ, (૩) સુરેશ કિશોરી અગ્રવાલ અને (૪) સુનિલ મહાવીર અગ્રવાલની દુકાનોને સીલ મારવવામાં આવેલ હતુ અને તે દુકાનો પર જિલ્લા કલેકટરના હુકમ થી આ દુકાનોનેે શીલ કરવામાં આવેલ છે તેવા પોસ્ટર ચોંટાડવામાં આવ્યા છે. આ હુકામનમાંના ભંગ બદલ આવતી કાલ તા.૧૨/૦૬/૨૦૨૦ ને શુક્રવારના રોજ આ તમામ દુકાનદારોને દાહોદ જિલ્લા કલેક્ટરની કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર રહેવા ઓર્ડર ફરમાવવામાં આવેલ છે.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લા કલેક્ટરના હુકમથી ફતેપુરામાં કરિયાણાના ચાર હોલસેલ વેપારીઓની દુકાનોને સીલ મારવામાં...