દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં કોરોના મહામારી ને લઈને દાહોદ જિલ્લા કલેકટર ના જાહેરનામાનું પલન કરતા નથી. અને તે અનુસંધાને ફતેપુરા માં માસ્ક વગર ફરતા લોકોને ₹.૨૦૦/- ના દંડની પાવતી આપી પોલીસ દ્વારા માસ્ક આપી માસ્ક પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અમુક જગ્યાઓ પર વહાલા દવાલાની નીતિ બતાવી પોલીસ સાથે બબાલ પણ ઉભી થઈ હતી, પરંતુ આ બાબતોમાં દરેક વ્યક્તિએ પોતે પોતાની જાતે સાચવવું જોઈએ તે જરૂરી જણાય છે અને સરકારની ગાઇડ લાઇન મુજબ પણ જરૂરી છે તો બધાએ સાથ સહકાર આપવો જરૂરી જણાઈ રહ્યો છે અને અવશ્ય માસ્ક બાંધીને જ દુકાનદારો તેમજ દરેક પ્રજાજનોએ ફરવું તે આપણા પોતાના માટે યોગ્ય ગણાય આપણી તથા આપણા પરિવારની કાળજી આપણે પોતે જ રાખવાની છે. તેઓ દાહોદ જિલ્લા કલેકટરની ફતેપુરાના લોકોને અપીલ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં માસ્ક વગરના ફરતા લોકોને ₹. 200/- દંડ ની પાવતી આપી પોલીસ દ્વારા માસ્ક પહેરાવવામાં આવ્યા
RELATED ARTICLES