દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ નિમિત્તે સાપ્તાહિક મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ નિમિત્તે સાપ્તાહિક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાજપના કાર્યકરો રામાભાઇ કોદરભાઈ પારગી, નાથુભાઈ ભગત, પંકજભાઈ પંચાલ, ડો.અશ્વિનભાઈ, ભાવેેેશભાઈ, દિલીપભાઈ પ્રજાપતિ, ફતેપુરા સરપંચ કચરૂભાઈ, રીતેશભાઈ પટેલ તેમજ ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા. આ સાપ્તાહિક મહોત્સવ ના ભાગરૂપે ફતેપુરામાં તા.૧૪/૦૯/૨૦૨૦ થી તા.૨૦/૦૯/૨૦૨૦ સુધીમાં સ્વચ્છતા અભિયાન, ફ્રૂટ વિતરણ, પ્લાસ્ટિક મુક્તિ તેમજ 70 વૃક્ષોની રોપણી કરવી જેવા વિગેરે કાર્યક્રમોનું આયોજન રાખેલ હતું. તે પેટે આજે તા.૧૪/૦૯/૨૦૨૦ ને સોમવારના રોજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને કેળા અને સફરજનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દર્દીઓના સગવડ વિશે ચર્ચા કરી હાલચાલ પૂછવામાં આવ્યા હતા.