જૈન સમાજનો પવિત્ર પર્વ એટલે પર્યુષણ. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં જૈન સમાજ દ્વારા નગરમાં ધમધમતા કતલખાના બંધ કરવા મામલતદાર અને સરપંચને લેખિત રજુઆત કરવામાં આવી.
ફતેપુરાના શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ફતેપુરાના મામલતદાર અને ફતેપુરાના સરપંચને રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે કે ફતેપુરામાં આજ રોજ તા.૦૩/૦૯/૨૦૨૧ થી તા.૧૩/૦૯/૨૦૨૧ સુધીના ૧૦ દિવસ દરમિયાન પર્યુષણ પર્વના ધાર્મિક તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં જૈન સમાજના લોકો દ્વારા ઉપાસના, વ્રત અને ધ્યાન કરવામાં આવે છે. વર્ષમાં એક જ વખત આવતો આ જૈન સમાજનો મોટામાં મોટો ધાર્મિક તહેવાર હોઈ આ દસ દિવસ સુધી ફતેપુરામા અને કરોડિયા ગામના કતલખાના બંધ રખાવવા માટે ગત રોજ તા.૦૨/૦૯/૨૦૨૧ ને ગુરુવારના રોજ તાલૂકા મામલતદાર અને સરપંંચને લેખિતમા રજુઆત કરવામાં આવી હતી.