દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના શ્રી રામજી મંદિરોને શણગારવામાં આવ્યા હતા શોભાયાત્રામાં ફતેપુરાના ભાઈઓ બહેનો અને બાળકો અને આજુબાજુના લોકોએ ભાગ લીધો હતો અને શોભાયાત્રામાં ફતેપુરા નગરના વેપારીઓએ સ્વયંભૂ સ્વયમ જાગૃતતા દાખવી ધંધા-રોજગાર બંધ પાડ્યા હતા અને શોભાયાત્રામાં ભગવાં વસ્ત્ર ધારણ કરી જોડાયા હતા. શોભાયાત્રા રામજી મંદિરેથી નીકળી સમગ્ર નગરમાં ધૂમધામ અને ફટાકડા ફોડતા નીકાળવામાં આવી હતી. અને સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. પુરા ફતેપુરા નગરમાં રામ નવમીના બે દિવસ પહેલા ધજા અને તોરણથી શણગારવામાં પણ આવ્યું હતું અને શોભાયાત્રા પુરા નગરમાં ફેરવી રામજી મંદિરે પ્રસાદ ગ્રહણ કરી વિસર્જન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના ફતેપુરામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી
RELATED ARTICLES