
શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ. આ દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. શીતળા સાતમની પૂજા જન્માષ્ટમીના એક દિવસ આગાઉ કરવામાં આવે છે. સૌભાગ્યવતિ મહિલાઓ સવારમાં વહેલા ઉઠી મંદિરે જઈ પુરા ભાવથી પૂજા અર્ચના કરી કથા સાંભળે છે, શીતળા માતાની પૂજા કરવાથી માતા પ્રસન્ન રહે છે તેને ક્યારેય કોઈ રોગ પરેશાન નથી કરતો અને શીતળા માતા કાયમ તેમના પરિવારની રક્ષા કરે છે, શીતળા માતા સાચા દિલથી માંગેલ દરેક મનોકામના પૂર્ણ કરે છે. પરણિત મહિલાઓ દ્વારા આ તહેવારને ભક્તિભાવ પૂર્વક અને ધૂમધામથી ઉજવે છે.