PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં એક હડકાયેલા કૂતરાએ આંતક મચાવી રાખ્યો છે. જાણવા મળેલ છે કે તે હડકાયેલું કુતરુ દોડીને રાહદારીઓને કરડે છે અને આ હડકાયેલા કુતરા દ્વારા કરડવાનો ભોગ ઘણા ખરા રાહદારીઓ બન્યા છે. જેમાં ગઈકાલે તા.૧૨/૦૩/૨૦૧૯ ના રોજ પાંચેક રાહદારીઓને કરડયું હતું અને આ બધા જ રાહદારીઓએ ફતેપુરા સરકારી દવાખાને સારવાર લીધી હતી. અને આજે તા.૧૩/૦૩/૨૦૧૯ ના રોજ પણ નવ જેટલા ગ્રામજનોને બટકા ભરતા તે દરેકે પણ સરકારી દવાખાને સારવાર લીધી હતી. અને આ દરેક રાહદારી અને ગ્રામજનોને સરકારી દવાખાને ઇન્જેક્શનો અપાયા હતા. વધુ પડતા કેશો પીપલારા અને આજુ બાજુના જણાઈ રહેલ છે, વધુ જાણકારી મુજબ આ સમાચાર છપાય છે ત્યાર સુધી આ હડકાયેલું કૂતરું પકડાયેલ નથી અને વધુ બે કેસ નોંધાયા છે તેવી જાણકારી મળી રહેલ છે.