PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ગ્રામ પંચાયત ભ્રષ્ટાચાર બાબતે ટી.ડી.ઓ. દ્વારા રેકર્ડ જપ્ત કરવા માટે મદદનીશ ડીડીઓને મોકલ્યા. પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયો છે અને બે વર્ષના રેકોર્ડો જમા લઈ અધિકારી ઓ દ્વારા તપાસ અર્થે આવેદન આપવામાં આવ્યું હતું તે અનુસંધાને ફતેપુરા ટી.ડી.ઓ. દ્વારા ગત રોજ તા.૦૮/૦૬/૨૦૧૯ રવિવારના રજાના દિવસે પણ ગ્રામ પંચાયત ઓફિસ ખોલાવી મદદનીશ ટી.ડી.ઓ. પી.વી બારીયા, વિસ્તરણ અધિકારી પંચાયત આર.કે.નીનામા અને જુનિયર ક્લાર્ક એમ.પી. ભાભોર આ ત્રણે કર્મચારીઓ દ્વારા રેકર્ડ જપ્ત કરવા માટે ટી.ડી.ઓ.એ મોકલ્યા હતા તેમાં રેકર્ડ ચેક કરી અને બે કલાક ઉપરાંત સમય લગાવીને રેકર્ડ જપ્ત કર્યા હતા.
ફતેપુરા ગ્રામજનો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ આ દરેક બાબતોની નિસ્વાર્થ તપાસ મોટા અધિકારી દ્વારા કરાય તેવી લાગણીઓ વ્યક્ત કરાઇ રહી હતી. શું આ વિકાસના કાર્યોમાં તંત્ર રસ લેશે ? અને ઉપલા અધિકારીઓ તપાસ કરશે ખરી ? આ એક ઉગ્ર પ્રશ્નના લોકોના મનમાં અને લોક મુખે ચર્ચાઈ રહ્યો છે.