દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં પાછલા પ્લોટ થી લઈ આખા બજારના રોડ ઉપર કાયમ પાણીની સમસ્યા રહે છે. ફતેપુરામાં ભૂગર્ભ ગટર યોજના ફેઇલ ગયેલ છે તેના લીધે આખા ગામમાં રોડ ઉપર પાણી ઉભરાયેલું રહે છે અને આ પાણીથી ઘણી વાર લોકો પડી પણ ગયેલ છે. અને ઘણા બાઈકવાળા લપસી જઈ મરી પણ ગયેલ છે. આ બાબતે સરપંચને જાણ કરવા છતાં પણ કોઈ યોગ્ય પગલા લેવામા આવ્યા નથી અને રોડની સાઈડમાં ખુલ્લી ગટરો પણ બનાવવામાં આવતી નથી. જેથી પાણીનો નિકાલ ન થતાં પાણી રોડ ઉપર ઉભરાઈને આવે છે. જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે. જેથી પાછલા પ્લોટ વિસ્તારમાં લોકોના ઘરે ઘરે બીમારીના ઘર થયા છે. આજ દિન સુધી ગામમાં વિકાસના નામ પર કશું જ યોગ્ય નથી થયુ, પરંતુ ગામની અંદર એક પણ સાર્વજનિક શૌચાલય બનાવવામાં આવેલ નથી. એકબાજુ દિવસે ને દિવસે કોરોના વધી રકહયો છે ને બીજી બાજુ ગંદકી અને સમગ્ર ગામમાં દબાણનો પ્રશ્ન પણ ખૂબ જ નડી રહ્યો. જેથી ટ્રાફિક સમસ્યા દબાણના કારણે બહુ જ વધી ગઈ છે. એક તરફી વન-વે કરવાની પણ ભીતિ જણાઈ રહી છે. જે બાબતે વહીવટી તંત્ર ને ગ્રામજનો દ્વારા અવારનવાર ફરિયાદ કરવા છતાં પણ આંખ આડા કાન કરી કુંભકર્ણ ની જેમ ઘોર નિંદ્રામાં પોઢી ગયેલ છે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા ગામમાં વહીવટી તંત્રના આંખ આડા કાન – એક બાજુ ગંદકી તો બીજી બાજુ દબાણોનું સામ્રાજ્ય
RELATED ARTICLES