દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરના PSI દ્વારા ફતેપુરા નગરમાં વસતા નગરજનો તથા નોકરિયાતવર્ગ દિવાળી વેકેશનમાં મકાન બંધ કરીને વતનમાં જતા હોય તો તેઓએ પોલીસ અને આડોશી – પડોશીને અવશ્ય જાણ કરીને જવું જોઈએ અને પોતાના કીમતી દાગીના હોય તો તે દાગીના દરેક જવાબદાર વ્યક્તિએ અવશ્ય બેંકના લોકરમાં મુકવા જોઈએ. તહેવારોમાં ખરીદી કરવા જઈએ ત્યારે ચોર અને ગઠીયા લોકોથી સાવચેતી રાખવી જરૂરી છે અને ચેન સ્નેચર થી સાવધાન રહેવું જોઈએ. શંકાસ્પદ વ્યક્તિ કે ગુનેગાર જણાઈ આવે તો પોલીસને તરત જ જાણ કરવી. ઘરમાં રાખેલા નોકરો વિશે જાણકારી મેળવી પછી તેઓને રાખવા જોઈએ, ઘરફોડ ચોરીઓ અટકાવવા માટે સી.સી.ટી.વી કેમેરા કે ચોકીદારની વ્યવસ્થા કરવી જોઈએ, દિવાળીના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા આ સાવચેતીના પગલા દરેક વ્યક્તિએ ધ્યાનમાં લઇ તેનું પાલન કરવું જોઈએ, તેનાથી આપણે આપણી પોતાની સાથે સાથે પોલીસને પણ મદદગાર બની શકીએ.
HomeFatepura - ફતેપુરાદાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં P.S.I. દ્વારા દિવાળીના તહેવારમાં સાવચેતી બાબતે ગ્રામજનોને સચેત...