દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કુપડા ગામના વતની ગીતાબેન ડામોર જેવો હાલ બંને હાથથી અને એક પગથી 80% દિવ્યાંગ હોવા છતાં ફતેપુરા તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર પંચાલ ભરતકુમારના સંપર્કમાં આવતાં તેમના સઘન અને સતત પ્રયત્નથી ગીતાબેન ડામોરે પ્રાથમિક, માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ સફળ રીતે પૂર્ણ કરી હાલ કોલેજમાં શિક્ષણ મેળવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ ડિપ્લોમા કોમ્પ્યુટરની પણ તાલીમ મેળવી કોમ્પ્યુટર પણ સારી રીતે કોમ્પ્યુટર ચલાવી શકે છે. તેમની રમત ગમત પ્રત્યેની રૃચિ જાણી સ્પેશિયલ એજ્યુકેટર ભરતકુમાર પંચાલે તેઓને રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતા ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં ભાગ લેવડાવતા હતા. અને દર વર્ષે ગીતાબેન ડામોર રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભની દિવ્યાંગ રમતો પ્રથમ, દ્વિતીય કે તૃતીય નંબર મેળવે છે. તેમની આ અથાગ મહેનત અને કુશળતાને લીધે આ વર્ષે 2020 માં બંને હાથે 80% દિવ્યાંગ હોવા છતાં ક્રિકેટમાં બેટિંગ અને ફિલ્ડિંગમાં કુશળતા મેળવી બંને હાથે ક્રિકેટમાં બોલને કેચ પકડવામાં પાવરધા બન્યા છે અને બેટિંગ પણ ખૂબ જ સારી રીતે કરી શકે છે.
હાલમાં તેઓ વડોદરા દિવ્યાંગ ક્રિકેટ એસોસિયેશનના ચીફ કોચ નિતેન્દ્રસિંહ ના માર્ગદરાશન હેઠળ લેધર સીઝન બોલ સાથે સઘન તાલીમ મેળવી રહ્યા છે. હાલમાં નેશનલ દિવ્યાંગ ક્રિકેટ ટીમમાં ગુજરાતની બે ખેલાડીઓ પસંદ થઇ તેમાં ગીતાબેન ડામોર પણ નેશનલ લેવલે પસંદગી પામેલ છે. જે આપણા જિલ્લા અને તાલુકા માટે ગૌરવની વાત છે. તેમને NewsTok24 તરફથી ખુબ ખુબ અભિનંદન